Police Recruitment Rules 2024: રાજ્યમાં પોલીસ ભરતીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આગામી સમયમાં 10 હજારથી વધુ પોલીસ જવાનોની ભરતી થઈ શકે છે, એવામાં ગૃહ વિભાગે ભરતીના…
Police Recruitment Rules 2024 :
રાજ્યમાં Police ભરતીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આગામી સમયમાં 10 હજારથી વધુ પોલીસ જવાનોની ભરતી થઈ શકે છે, એવામાં ગૃહ વિભાગે ભરતીના નવા નિયમોની જાહેરાત કરી દીધી છે. મુખ્યમંત્રી દ્વારા આ નવા બનાવાયેલા નિયમોને મંજૂરી આપી દેવામાં આવી છે.
દોડના કોઈ માર્ક્સ નહીં મળે :
સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા રાજ્યના યુવાનો માટે રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પધ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ રહેશે નહીં.
Police Recruitment Rules 2024 :પહેલા લોકરક્ષકની ભરતીમાં ફક્ત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી કરેલા કોર્ષ માટે જ ઉમેદવારોને વધારાના ગુણ આપવામાં આવતા હતા. જેમાં પણ ઉમેરો કરીને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્ષ માટે વધારાના ગુણ આપવામાં આવશે અને આ ગુણ પરિણામના આધારે નહિ પરંતુ કોર્ષના સમયગાળા (Duration)ના આધારે નીચે મુજબ આપવામાં આવશે.
રક્ષાશક્તિયુનિવર્સિટીઅથવા ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં કરેલ કોર્સનો સમયગાળો | આપવાના થતા વધારાના ગુણ |
01 વર્ષ | 03 |
02 વર્ષ | 05 |
03 વર્ષ | 08 |
04 વર્ષ કે તેથી વધુ | 10 |
વધુ વાંચો
7th Pass Bharti 2024 : બેંક ઓફ બરોડામાં 7 પાસ પર ભરતીની જાહેરાત, પગાર ધોરણ માસિક 14000
Police Recruitment Rules 2024 : પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું, જે હવે રદ્ કરવામાં આવ્યુ છે. આમ, શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલીફાઈંગ રહેશે તેના કોઈ ગુણ આપવાના રહેશે નહિ અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની OBJECTIVE MCQ TESTમાં ભાગ લઈ શકશે.