PM Mudra Yojana: ઉદ્યોગ સાહસિકો પીએમ મુદ્રા યોજનામાં 10 લાખ સુધી લોન મેળવીને પોતાનો ધંધો શરૂ કરો

PM Mudra Yojana: ઉદ્યોગ સાહસિકો પીએમ મુદ્રા યોજનામાં 10 લાખ સુધી લોન મેળવીને પોતાનો ધંધો શરૂ કરો. તમે ઉદ્યોગ સાહસિક છો પરંતુ તમારી આર્થિક સ્થિતિ એટલી સારી નથી તો તમે PM મુદ્રા યોજના અંતર્ગત આર્થિક લાભ મેળવી તમારું ઉદ્યોગ સ્થાપવાનું સ્વપન્ન સાકાર કરી શકશો. PM મુદ્રા યોજનાનો લાભ મેળવી તમે ઉદ્યોગ સાહસિક બની શકશો. આજના આધુનિક સમયમાં, ઘણી વ્યક્તિઓ પોતાનો વ્યવસાય શરૂ કરવા ઈચ્છે છે. લોકોને આત્મનિર્ભર બનાવવા માટે અને તેમના સશક્તિકરણ કરવામાં સરકાર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કેન્દ્ર સરકારે પીએમ મુદ્રા લોન યોજના શરૂ કરી છે, જેમાં વ્યક્તિઓ તેમના વ્યવસાયને શરૂ કરવા માટે સરકાર પાસેથી લોન મેળવી શકે છે. ચાલો જાણીએ કે આ લોન માટે ક્યાં અને કેવી રીતે અરજી કરવી. વગેરે વિગતવાર માહિતી.

PM Mudra Yojana ની ખાસિયત

પીએમ મુદ્રા યોજના એ ભારત સરકારની એક મહત્વપૂર્ણ પહેલ છે. જે મહત્વાકાંક્ષી અને ઉદ્યોગ સાહસિકો કે જેઓ સાહસિક છે અને કુશળતા ધરાવે છે. પરંતુ નાણાંના અભાવે ઉદ્યોગ શરૂ કરી શકતા નથી તેમના માટે આ યોજના જોરદાર યોજના છે. જો તમે તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવા ઈચ્છો છો પરંતુ તમારી પાસે પૂરતી મૂડી નથી, તો તમે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનો લાભ મેળવી શકો છો. આ યોજના વિવિધ વ્યવસાયિક સાહસોને ટેકો આપવા માટે લોન આપે છે. નોંધનીય છે કે, આ લોન પરના વ્યાજ દર પરંપરાગત બેંક લોનની તુલનામાં ઓછા છે.

PM Mudra Yojana મુદ્રા બેંકની શરૂઆત અને તેની વ્યાપકતા

વર્તમાન સ્વપ્નદૃષ્ટા પ્રધાનમંત્રી દ્વારા ભારતના ભાવિને ઉજ્જ્વળ બનાવવા સારુ અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. ભારતના યુવાધનને તથા કાર્યરત નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના હેતુથી શરૂ કરાયેલી મુદ્રા બેંકનું પૂરું નામ છે, માઈક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ એન્ડ રીફાઈનાન્સ એજન્સી (Mudra). જે પ્રધાન મંત્રી મુદ્રા યોજના અંતર્ગત શરૂ કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૬ના બજેટ સત્ર દરમિયાન સામાન્ય બજેટ રજૂ કરતી વખતે નાણા મંત્રી અરુણ જેટલી એ મુદ્રા બેન્કની અનિવાર્યતા સમજવાતાં કહ્યું હતું કે,
વિકાસ મારફતે જ સમાવેશી વૃદ્ધિનું નિર્માણ કરી શકાય છે. આ દિશામાં વિશાળ કદની કોર્પોરેટ તથા કારોબારી કંપનીઓ ચાવીરૂપ ભૂમિકા ભજવશે ત્યારે અનૌપચારિક ક્ષેત્રનાં સાહસો ખૂટતી ભૂમિકાને પૂરી કરશે, જેથી એકંદરે મહત્તમ રોજગારીનું સર્જન કરી શકાશે. વ્યક્તિગત માલિકી ધરાવતા આશરે ૫.૭૭ કરોડ લઘુ વેપારી એકમો છે જે લઘુ ઉત્પાદન, ટ્રેડિંગ અથવા સેવાકીય કારોબાર સાથે સંકળાયેલ છે. આ પ્રકારના વેપારી એકમો પાયાની અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અલબત સખત પરિશ્રમ કરી રહેલા ઉદ્યોગ સાહસિકોને ધિરાણની વિધિવત્ વ્યવસ્થામાંથી જો યોગ્ય મદદ ન મળે તો તેમણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. માટે હું રૂપિયા ૨૦,૦૦,૦૦૦ કરોડના મૂડીભંડોળ તથા રૂપિયા ૩,૦૦૦ કરોડના ધિરાણની બાંહેધરી આપતા ભંડોળ સાથે માઈક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ રિફાયનાન્સ એજન્સી (મુદ્રા) બેંકની રચના કરવાની દરખાસ્ત કરું છું.
નાણામંત્રી અરુણ જેટલીએ કરેલી આ જાહેરાતને સાકાર કરતાં ૮ એપ્રિલ, ૨૦૧૫ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦ હજાર કરોડ રૂપિયાના કોર્પસ ફંડ સાથે આ યોજનાનું લોન્ચિંગ કર્યું. આ યોજનામાં નાના એકમોને આર્થિક સહાય આપવાની ખાસ યોજના છે. એક અંદાજ મુજબ આપણા દેશમાં ૫.૭૭ કરોડ લઘુ વેપારી એકમો છે, જે અંદાજે ૧૨ કરોડથી વધુ લોકોને રોજગારી આપે છે. એટલે આ એકમોને આર્થિક સુરક્ષા મળી રહે તે જરૂરી છે.

PM Mudra Yojana PM મુદ્રા લોન લેવા માટેની પાત્રતા

ભારતનો કોઈપણ નાગરિક આ યોજના હેઠળ લોન માટે અરજી કરી શકે છે. જો કે, લોન મંજૂર કરતા પહેલા, નાણાકીય વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે અરજદારના બેંકિંગ ઇતિહાસ અને ક્રેડિટ સ્કોરનું મૂલ્યાંકન કરવામાં આવે છે. નોંધનીય છે કે, આ લોન માટે મધ્યસ્થી અથવા એજન્ટો માટે અરજી કરવાની કોઈ આવશ્યકતા નથી. અરજી પ્રક્રિયા સરળ છે અને ઑનલાઇન રીતે પણ કરી શકાય છે. જો બેકમાં તમારી લેવડ દેવડની સ્થિત સારી હશે,તમે કોઈ બેંકના ડિફોલ્ટર નહી હો તો તમને PM મુદ્રા યોજના હેઠળ આસાની થી લોન મળી શકશે.

PM Mudra Yojana PM મુદ્રા લોનની કેટેગરી

પીએમ મુદ્રા યોજના લોનને ત્રણ વિભાગોમાં વહેચવામાં આવી છે. ઉદ્યોગની જરુરીયાત અને લાભાર્થીની અરજી તેમજ તેની સ્થિતિ મુજબ લોન આપવા માટે નીચે દર્શાવેલ યોજના પૈકી લોન આપવામાં આવે છે.

 • 1.શિશુ શ્રેણી: ₹50,000 સુધીની લોન ઓફર કરે છે.
 • 2.શ્રેણી: ₹50,001 થી ₹5,00,000 સુધીની લોન આપે છે.
 • 3.તરુણ શ્રેણી: લોનને ₹5,00,001 થી ₹10,00,000 સુધી લંબાવે છે.

આ લોન માટે દરેક બેકને પોતાની નીતિઓ અને નિયમો હોય છે. PM મુદ્રા લોન યોજનામાં દરેક બેન્ક પોતાના નિયમોને આધીન વ્યાજ દરો રાખતી હોય છે. જે સંબંધિત બેંકોની નીતિઓ અનુસાર નક્કી કરવામાં આવે છે.

PM Mudra Yojana અરજી કરવાની રીત

મુદ્રા લોન માટે અરજી કરવા માટે, પીએમ મુદ્રાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને તમે ઓન લાઇન અરજી પણ કરી શકશો તે લોન લેવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ સાથે રાખવાં પડશે. અરજી કરવા PM મુદ્રા લોન યોજનાની વેબ સાઇટ ઓપન કરી લોન વિકલ્પો પર નેવિગેટ કરો અને “હવે અરજી કરો” પર ક્લિક કરો. ત્યારબાદ, તમારે તમારી જરૂરી વિગતો ભરવાની થશે ત્યારબાદ ચકાસણી માટે OTP જનરેટ કરવાની જરૂર પડશે.

PM Mudra Yojana જરૂરી ડૉક્યુમેન્ટ

 • ઓળખનો પુરાવો
 • રહેઠાણનો પુરાવો
 • પાસપોર્ટ સાઈઝના ફોટા
 • વ્યવસાયના પુરાવા
 • આધારકાર્ડ વગેરે
 • અન્ય

તમારી ઓન લાઇન નોંધણી પછી, લોન એપ્લિકેશન સેન્ટર પસંદ કરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો. છેલ્લે, તમારી અરજી સબમિટ કરો. સબમિશન પર, તમને એક એપ્લિકેશન નંબર મળશે, જેનો ઉપયોગ તમારી લોનની સ્થિતિને જાણવા માટે ઉપયોગ થઈ શકે છે.

PM Mudra Yojana યોજનાની જરૂરિયાત શા માટે

ઔપચારિક બેન્કિંગ પ્રણાલી ભારતના ગ્રામીણ અને દૂરસ્થ ક્ષેત્રોના લોકોની પહોંચની બહાર છે. આ કારણે જ્યારે આવા લોકોએ કોઈ નાના ઉદ્યોગો, વ્યવસાય શ કરવાના હોય છે, ત્યારે તેઓ સ્થાનિક શાહુકારો પાસેથી વ્યાજે નાણાં લે છે અને પછી વ્યાજના વિષચક્રમાં ફસાઈને પોતાના વ્યવસાયની તો ઉન્નતિ નથી જ કરી શકતા, પરંતુ ઊલટાના તેઓ પોતે પણ ગરીબીના ચક્કરમાં સપડાઈ જાય છે. તો બીજી બાજુ આપણા યુવાનોમાં અનેક મહત્ત્વાકાંક્ષાઓ અને કૌશલ્યો રહેલાં છે. પરંતુ નાણાંના અભાવે તેઓ પોતાનાં કૌશલ્યો થકી આવા કોઈ ઉદ્યોગો શ કરતાં ખચકાય છે. આ પરિસ્થિતિનો અસરકારક ઉકેલ આપવા સારુ મુદ્રા બેન્કની શઆત કરવામાં આવી, જેથી નાણાંના અભાવે નાના એકમો આગળ વધતાં ન અટકે.

PM Mudra Yojana યોજનાનું સ્વરૂપ

આ યોજનાને મુખ્ય ત્રણ પાસામાં વહેચવામાં આવી છે :

 1. શિશુ જેમાં ૫૦ હજારની લોન મળી શકે છે.
 2. કિશોર જેમાં ૫૦ હજારથી પાંચ લાખ ‚પિયા સુધીની લોન મળી શકે છે.
 3. તરુણ જેમાં પ લાખથી ૧૦ લાખ સુધીની લોન મળી શકે છે.કોઈ પણ ભારતીય નાગરિક જે ઉત્પાદન, પ્રોસેસિંગ, વ્યાપાર, સેવા જેવા વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલ હોય તેને ઉપર વર્ણવેલાં ત્રણ પાસાં અંતર્ગત લોન મળી શકે છે.

PM Mudra Yojana મુદ્રા બેંકના ઉદ્દેશ્યો :

 • સૂક્ષ્મ લોન દ્વારા નાના રોકાણકારો, ઉદ્યોગકારોને સ્થિરતા આપવી.
 • માઈક્રો ફાઈનાન્સ ઇન્સ્ટિટ્યૂટ્સ અને નાના વેપારીઓ, રીટેલર્સ, સ્વસહાય સમૂહો-વ્યક્તિઓને ઉધાર-લોન આપનારી એજન્સીઓને સહાય‚પ થવું.
 • તમામ માઈક્રો ફાઈનાન્સ ઇન્સ્ટિટ્યૂટ્સને રજિસ્ટર કરવી તથા પરફોર્મન્સ રેટિંગ (પ્રદર્શન મૂલ્યાંકન)ની પ્રથા શ‚ કરવી, જેથી આવી સંસ્થાઓની કાર્યક્ષમતા સુધરે અને તેમની વચ્ચે સ્વસ્થ સ્પર્ધાની તકો ઊભી થાય, જેનો સીધો લાભ લોન લેનારાઓને થાય.
 • લોન લેનાર વ્યક્તિઓ, એકમો, સંસ્થાઓને યોગ્ય પદ્ધતિસરનું દિશાનિદશન કરાવવું, જેથી તેઓ વ્યાપારમાં નિષ્ફળતાથી બચી શકે અને ડિફોલ્ટર થતાં અટકે.
 • માનાંકયુક્ત નિયમન પત્રો તૈયાર કરવાં, જે ભવિષ્યમાં નાના વ્યવસાયો માટે અતિ મહત્ત્વનું પગલું સાબિત થશે.

PM Mudra Yojana ભવિષ્યના કાર્યક્રમ

 • મુદ્રા કાર્ડ
 • પોર્ટફોલિયો ક્રેડિટ ગેરંટી
 • ક્રેડિટ એનહાન્સમેન્ટ

PM Mudra Yojana મૂલ્યાંકન

અત્યારે આ યોજના અંતર્ગત જમીન, પરિવહન, સામુદાયિક, સામાજિક તથા વ્યક્તિગત સેવાઓ, ખાદ્ય ઉત્પાદન, ટેક્સટાઈલ જેવાં ક્ષેત્રોને જ સમાવવામાં આવ્યાં છે, આગળ જતાં હજુ આમાં બીજાં અનેક નવાં ક્ષેત્રોને સાંકળવામાં આવશે, જેના કારણે નવા ઉદ્યોગોને ખૂબ જ ઊજળી તકો છે. નાના વેપારીઓ, વ્યવસાયકારીઓ આ યોજનાનો લાભ લઈને સફળતાનાં શિખરો સર કરશે.

મુદ્રા યોજના થકી વર્ષ ૨૦૧૫-૧૬માં ૩.૩૨ કરોડ ગરીબ લોકોને લાભ મળ્યો છે. ચાલુ વર્ષમાં અમે આ યોજના માટેનું બજેટ ડબલ કરવાના છીએ. મુદ્રા યોજનાનો લાભ લેનારા લોકોમાં સૌથી વધુ મહિલાઓ, દલિતો અને અલ્પસંખ્યક સમાજના લોકો છે

સારાંશ

PM મુદ્રા યોજના મહત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિકો માટે તેમના ઉદ્યોગ સ્થાપવાની ઈચ્છાને પૂરી કરી તેમના જીવનને બદલવાની સુવર્ણ તક રજૂ કરે છે. સરળ અરજી પ્રક્રિયા વિવિધ લોન શ્રેણીઓ અને આકર્ષક વ્યાજ દર સાથે, આ યોજનાનો હેતુ દેશમાં ઉદ્યોગ સાહસિકતા અને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો છે. જો તમે પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરવાનો વિચાર કરી રહ્યા છો. પરંતુ જરૂરી ભંડોળનો અભાવ છે, તો તમારી ઉદ્યોગસાહસિક યાત્રા શરૂ કરવા માટે PM મુદ્રા યોજના દ્વારા આપવામાં આવતા લાભોનો લાભ લેવાનું વિચારો. તમે PM મુદ્રા યોજનાનો લાભ મેળવીને તમારી ઉદ્યોગ સ્થાપવાની ઇચ્છાને પૂરી કરી શકશો.

4 thoughts on “PM Mudra Yojana: ઉદ્યોગ સાહસિકો પીએમ મુદ્રા યોજનામાં 10 લાખ સુધી લોન મેળવીને પોતાનો ધંધો શરૂ કરો”

Leave a Comment