PRL Recruitment 2024 :ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી દ્વારા ભરતી ની જાહેરાત, પગાર ધોરણ; 25,000 થી 81,000

PRL Recruitment 2024 : નમસ્કાર મિત્રો, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે.

PRL Recruitment 2024 :

આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2024 રાખેલી છે. આજના આ લેખ દ્વારા મેં તમને ભરતી વિશેની તમામ માહિતી આપીશું. આ લેબોરેટરી અમદાવાદમાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ લેબોરેટરીમાં આસિસ્ટન્ટ એન્ડ જુનિયર પર્સનલ આસિસ્ટન્ટ માટે ભરતી નું આયોજન કરેલું છે.

PRL Recruitment 2024 :

સંસ્થાભૌતિક સંશોધન પ્રયોગશાળા
પોસ્ટવિવિધ 
પોસ્ટનું નામઆસિસ્ટન્ટ અને જુનિયર પર્સનલ આસિસ્ટન્ટ
પગાર ધોરણરૂપિયા 25,500 થી ₹81,100
અરજી કરવાની છેલ્લી તારીખ31 માર્ચ 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://www.prl.res.in/ 

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા

ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અમદાવાદ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ જાહેરાતમાં જણાવ્યા મુજબ આસિસ્ટન્ટ અને જુનિયર પર્સનલ આસિસ્ટન્ટ વગેરે પદો માટે ભરતી નું આયોજન કરેલું છે. જેના માટે ઉમેદવારો પાસે ઓનલાઇન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે.

જાહેરાતમાં જણાવ્યા મુજબ કુલ 16 જગ્યાઓ ખાલી છે જેમાં આસિસ્ટન્ટની 10 જગ્યાઓ અને જુનિયર પર્સનલ આસિસ્ટન્ટની 6 જગ્યાઓ માટે ભરતી નું આયોજન કરેલું છે.

ઉંમર મર્યાદા:

  • 31.03.2024 ના રોજ 18 થી 28 વર્ષ

શૈક્ષણિક લાયકાત

ભૌતિક સંશોધન પ્રયોગશાળા દ્વારા ભરતી નું આયોજન કરેલું છે. જેમાં ઉમેદવારો અરજી કરવા જતા હોય તો તેમના માટે શૈક્ષણિક લાયકાત પદ મુજબ જુદી જુદી રાખવામાં આવેલી છે.

શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વિગતવાર માહિતી તમે સત્તાવાર જાહેરાત માટે મેળવી શકો છો.

ફી: રૂ. 500/- બધા ઉમેદવારો માટે. ફી ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ/નેટ બેંકિંગ/UPI મારફતે ઓનલાઈન ચૂકવવી જોઈએ. [રૂ. 400/- ફી સામાન્ય / OBC / EWS ઉમેદવારોને પરત કરવામાં આવશે અને રૂ. 500/- ફી સ્ત્રી / SC / ST / ExSm / PwD ઉમેદવારોને પરત કરવામાં આવશે જો ઉમેદવાર લેખિત પરીક્ષામાં હાજર રહેશે]

જરૂરી દસ્તાવેજ

  • આધાર કાર્ડ
  • પાનકાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • માર્કશીટ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • જાતિનો દાખલો
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • સિગ્નેચર
  • અન્ય જરૂરી દસ્તાવેજ

વધુ વાંચો

Gujarat Police recruitment 2024 : ગુજરાત પોલીસ માં બમ્પર ભરતી જાહેર 2024, 12000 જગ્યાઓ પર ભરતી

પસંદગી પ્રક્રિયા અને પગારધોરણ :,

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરે છે તો તેમની પસંદગી માટે આ પ્રક્રિયા કરવામાં આવશે.સૌપ્રથમ તેની લેખિત પરીક્ષા લેવામાં આવશે તેના પછી સ્કિન ટેસ્ટ અને છેલ્લે ડોક્યુમેન્ટ વેરિફિકેશનના આધારે જે તે ઉમેદવાર ની પસંદગી કરવામાં આવશે.

જે કોઈ ઉમેદવારની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અમદાવાદની આ ભરતીમાં પસંદગી થશે તેમને સરકારના નિયમ મુજબ માસિક રૂપિયા 25,500 થી લઈ રૂપિયા 81,100 સુધી પગાર ચૂકવવામાં આવશે. આ પગાર ધોરણ એ પદ મુજબ અલગ અલગ રાખવામાં આવેલ છે.

Leave a Comment