નમસ્કાર મિત્રો, ગુજરાત હાઇકોર્ટ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન ગુજરાત હાઇકોર્ટની ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવેલા મુજબ સ્ટીનોગ્રાફરને 244 પદો માટે ભરતી નું આયોજન કરેલું છે. જેના માટે ઉમેદવારો પાસે ઓનલાઇન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે. આજના આ લેખમાં અમે તમને તેના વિશે માહિતી આપીશું.
- સંસ્થાનું નામ : ગુજરાત હાઇકોર્ટ
- પદોની સંખ્યા ; 244
- નોકરીનું સ્થળ : ગુજરાત
- ઉંમર મર્યાદા ; પદ મુજબ અલગ અલગ
- અરજી ની છેલ્લી તારીખ : 26 મે 2024
- અરજી પ્રક્રિયા : ઓનલાઇન
પોસ્ટનું નામ અને પદોની સંખ્યા
ગુજરાત હાઇકોર્ટ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતીની ઓફિશિયલ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ હાઇકોર્ટ સ્ટીનોગ્રાફર ગ્રેડ 1 અને સ્ટીનોગ્રાફર ગ્રેડ 2 પદો માટે ભરતી નું આયોજન કરેલું છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ કુલ મળીને 244 પદો માટે ભરતી યોજાઈ છે.
વય મર્યાદા
ગુજરાત હાઇકોર્ટની આ ભરતી માં અરજી કરવા માટે ઉમેદવારની વય મર્યાદા મુજે અલગ અલગ રાખવામાં આવેલી છે. ઉમેદવાર મિત્રો સ્ટીનોગ્રાફર ગ્રેડ 1 માટે અરજી કરવા માંગતા હોય તો તેમના માટે 18 વર્ષથી 40 વર્ષ વચ્ચે તેમજ સ્ટીનોગ્રાફર ગ્રેડ 2 માટે અરજી કરવા માંગતા હોય તો તેમના માટે ઉંમર મર્યાદા 21 વર્ષથી 35 વર્ષ વચ્ચે રાખવામાં આવેલી છે.
શૈક્ષણિક લાયકાત
અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ – 2 ( વર્ગ -2
- માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી માંથી સ્નાતકની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.
- ઉમેદવાર મિત્ર પાસે 120 શબ્દો/ મિનિટ ની ઝડપે અંગ્રેજીમાં લખવાની સ્પીડ હોવી જોઈએ.
- ઉમેદવાર મિત્રો પાસે કમ્પ્યુટર ઓપરેશન નું નોલેજ હોવું જોઈએ.
- ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ.
અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ – 3 ( વર્ગ -3 )
- કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક ની ડીગ્રી મેળવેલી હોવી જોઈએ.
- 100 શબ્દો પ્રતિ મિનિટ ની ઝડપે અંગ્રેજી ભાષામાં ટાઈપિંગ હોવું જોઈએ.
- કમ્પ્યુટર ઓપરેશન નું થોડું નોલેજ હોવું જોઈએ.
- ગુજરાતી અંગ્રેજી અને હિન્દી ભાષા નું જ્ઞાન હોવું જોઈએ.
અરજી ફી
ગુજરાત હાઇકોર્ટ દ્વારા આયોજિત આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની અરજી થઈ તેમની કેટેગરી મુજબ અલગ અલગ રાખવામાં આવેલી છે. એસ.સી, એસટી ઓબીસી વર્ગના ઉમેદવારો માટે અરજી ફી રૂપિયા 750 રાખવામાં આવેલી છે. તેમજ અન્ય તમામ વર્ગના ઉમેદવારો માટે અરજી ફી રૂપિયા ૧૫૦૦ રાખવામાં આવેલી છે.
મહત્વપૂર્ણ તારીખ
ગુજરાત હાઇકોર્ટ દ્વારા આયોજિત આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત છ મે 2024 થી શરૂ થાય છે. અને અરજી કરવાની છેલ્લી તારીખ 26 મે 2024 રાખવામાં આવેલી છે.
ગુજરાત હાઇકોર્ટ ભરતી ઓનલાઈન અરજી પ્રક્રિયા
ગુજરાત હાઇકોર્ટ દ્વારા સ્ટીનોગ્રાફર ના પદ માટે ભરતી નું આયોજન કરેલું છે જેમાં ઉમેદવારોએ ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 26 મે 2024 રાખવામાં આવેલી છે. નીચે આપેલ લિંક પરથી ઉમેદવારો આ ભરતીમાં અરજી કરી શકે છે.