Central Bank of India Recruitment 2024 : આ ભરતી ની ઓફિસે નોટિફિકેશન સેન્ટ્રલ બેન્ક ની ઓફિશિયલ વેબસાઇટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. આ ભરતી ની નોટિફિકેશનમાં જણાવતા મુજબ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં 3000 પદો પર ભરતીનું આયોજન કરેલું છે. આજના આ લેખ દ્વારા અમે તમને ભરતીની તમામ માહિતી આપીશું.
Central Bank of India Recruitment 2024
Agency | Central Bank of India Recruitment |
પોસ્ટ | વિવિધ |
અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 6 માર્ચ 2024 |
વય મર્યાદા | ન્યૂનતમ ઉમર 18 વર્ષ |
Official Website | https://nats.education.gov.in |
વય મર્યાદા
Central Bank of India Recruitment 2024 : એપ્રેન્ટીસના 3000 પદો પર ભરતી નું આયોજન કરેલું છે જેમાં અરજી કરવા માટે ઉમેદવાર ની ન્યૂનતમ ઉંમર 20 વર્ષ તેમ જ મહત્તમ ઉંમર 28 વર્ષ રાખવામાં આવેલી છે. ઉમેદવાર ની ઉંમર ની ગણતરી ઓફિશિયલ નોટિફિકેશન ના આધારે ગણવામાં આવશે. તેમજ સરકારના નિયમ મુજબ આરક્ષિત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.
અરજી ફી
જનરલ, ઓબીસી, ઇડબલ્યુએસ વર્ગના ઉમેદવારો માટે અરજી ફી ₹800 રાખવામાં આવેલી છે. તેમજ એસટી,એસસી વર્ગના ઉમેદવારો તથા મહિલાઓ માટે અરજી ફી ₹600 રાખવામાં આવેલી છે. પીડબ્લ્યુડી વર્ગના ઉમેદવારો માટે અરજી ફી રૂપિયા 400 રાખવામાં આવેલી છે.
વધુ વાંચો
Gujarat Madhyan bhojan Recruitment 2024 : ગુજરાતમાં મધ્યાન ભોજનમા ભરતીની જાહેરાત, જાણો
મહત્વપૂર્ણ તારીખ
આ ભરતીમાં અરજી કરવા માટે ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂઆત 21 ફેબ્રુઆરી 2024 થી શરૂ થઈ છે અને તેની છેલ્લી તારીખ 6 માર્ચ 2024 રાખવામાં આવેલી છે.
શૈક્ષણિક લાયકાત
Central Bank of India Recruitment 2024 : આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ રાખવામાં આવેલી છે. કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા યુનિવર્સિટી માંથી ગ્રેજ્યુએટ ની ડિગ્રી મેળવેલી હોય તેવા ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે. ભરતીની શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાતમાંથી મેળવી શકો છો.