એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI)માં નોકરી (Government Job) મેળવવા માંગતા ઉમેદવાર માટે સોનેરી તક છે. જે ઉમેદવાર પાસે આ જગ્યા માટે સંબંધિત લાયકાત હોય, તેના માટે આ ઉત્તમ તક છે. AAI દ્વારા કન્સલટન્ટ, જુનિયર કન્સલ્ટન્ટ અને એસોસિએટ કન્સલ્ટન્ટની જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. જે પણ ઉમેદવાર આ જગ્યા માટે અરજી કરવાનું વિચારી રહ્યાં છે. તે AAIની સત્તાવાર વેબસાઈટ aai.aero પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને અરજી કરવા માટે હવે 3 દિવસ બાકી રહ્યાં છે.
જે ઉમેદવાર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની આ ભરતીમાં અરજી કરી રહ્યાં છે, તે 20 મે સુધી કે તેની પહેલા અરજી કરી શકે છે. આ ભરતી દ્વારા કન્સલ્ટન્ટની જગ્યાઓ પર નિમણુક કરવામાં આવનાર છે. જે પણ ઉમેદવાર આ જગ્યાઓ માટે અરજી કરવા માંગે છે, તેઓ નીચે આપેલી વિગતો પર ધ્યાન આપે.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં કોણ કરી શકે છે અરજી
જે ઉમેદવાર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની આ ભરતી માટે અરજી કરવાનું વિચારી રહ્યાં છે, તેની પાસે સત્તાવાર નોટિફિકેશન સંબંધિત લાયકાત હોવી જરૂરી છે.
એરપોર્ટ ઓથોરિટી ઓપ ઇન્ડિયામાં આ પદો પર થશે ભરતી
આ ભરતી દ્વારા . કન્સલ્ટન્ટની 1 જગ્યા, એસોસિએટ કન્સલ્ટન્ટની 3 જગ્યા અને
જુનિયર કન્સલ્ટન્ટ માટે – 2 જગ્યા પર ભરતી કરવામાં આવશે.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં કેટલો મળશે પગાર
કન્સલ્ટન્ટ – 75000 રૂપિયા પ્રતિ માસ
એસોસિએટ કન્સલ્ટન્ટ – 50000 રૂપિયા પ્રતિ માસ
જુનિયર કન્સલ્ટન્ટ – 40000 રૂપિયા પ્રતિ માસ
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં નોકરી મેળવવા માટે વય મર્યાદા
જે ઉમેદવાર આ જગ્યાઓ માટે અરજી કરવાની ઇચ્છા ધરાવે છે. તેની વય મર્યાદા 65 વર્ષથી ઉપર હોવી જોઈએ નહિ. તો જ તે અરજી કરવા માટે લાયક ગણાશે.
અહીં જુઓ અરજી લિંક અને નોટિફિકેશન
- AAI Recruitment 2024 માટે : અરજી કરવાની લિંક
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં આ રીતે થશે સિલેક્શન
જે ઉમેદવાર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં આ જગ્યા માટે અરજી કરે છે, તેની પસંદગી ઇન્ટરવ્યૂંના આધારે કરવામાં આવશે.