RRB Recruitment Engineering 2024: રેલવેમાં ભરતીની મોટી જાહેરાત, એન્જિનયરિંગના વિદ્યાર્થી માટે સુવર્ણ તક

RRB Recruitment 2024: ભારતીય રેલવેમાં ટેકનિકલ પોસ્ટ માટે બમ્પર જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. રેલવે ભરતી બોર્ડ દ્વારા જુનિયર એન્જિનિયર માટે 7951 પદ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

RRB Recruitment Engineering 2024:

RRB Recruitment Engineering 2024: ભારતીય રેલવેમાં ટેકનિકલ પોસ્ટ માટે બમ્પર જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. રેલવે ભરતી બોર્ડ દ્વારા જુનિયર એન્જિનિયર માટે 7951 પદ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેના માટે અરજી પ્રક્રિયા 30 જુલાઈના રોજ શરૂ થશે, જેની છેલ્લી તારીખ 29 ઓગસ્ટ રહેશે. એન્જિનિયરના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરનારા ઉમેદવારો માટે નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છે.

RRB Recruitment Engineering 2024: રેલ્વે JE માં બમ્પર

પોસ્ટનું નામજગ્યાઓ
કેમિકલ સુપરવાઈઝર/સંશોધન અને
મેટલર્જિકલ સુપરવાઈઝર/સંશોધન
17 (ફક્ત ગોરખપુર રેલવે માટે)
જુનિયર ઈજનેર, ડેપો મટીરીયલ
સુપરિન્ટેન્ડેન્ટ, કેમિકલ અને મેટલર્જિકલ આસિસ્ટન્ટ
7934

RRB Recruitment Engineering 2024: લાયકાત અને માપદંડો

આ ભરતી માટે અરજી કરવા માટે, ઉમેદવારે પોસ્ટ મુજબ માન્ય સંસ્થામાંથી એન્જિનિયરિંગમાં ડિગ્રી/ડિપ્લોમા વગેરે મેળવેલ હોવું આવશ્યક છે. લાયકાત અને માપદંડોની વિગતવાર વિગતો 30 જુલાઈએ અરજીની શરૂઆત સાથે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

RRB Recruitment Engineering 2024: ઉમર મર્યા્દા

લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ 36 વર્ષ

Gujarat GRD Recruitment 2024: 8 પાસ ગ્રામ રક્ષક ભરતી

RRB Recruitment Engineering 2024: અરજી ફી

 સામાન્ય, OBC અને EWS માટે 500 રૂપિયાની અરજી ફી ચૂકવવાની રહેશે. જ્યારે મહિલાઓ અને અનામત વર્ગો માટે અરજી ફી 250 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

RRB Recruitment Engineering 2024: પગાર

લેવલ 7ની ખાલી જગ્યા માટે, પ્રારંભિક પગાર 44900 રૂપિયા અને લેવલ 6 જુનિયર એન્જિનિયર માટે પ્રારંભિક પગાર 35400 રૂપિયા હશે.

પસંદગી પ્રક્રિયા

આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોએ કમ્પ્યુટર આધારિત પરીક્ષા (સ્ક્રીનિંગ ટેસ્ટ)ના પ્રથમ બે તબક્કામાં હાજર રહેવું પડશે. પ્રથમ તબક્કાની પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારો જ CBT 2 માં ભાગ લઈ શકશે. બીજા તબક્કાની પરીક્ષામાં નિર્ધારિત કટઓફ માર્કસ મેળવનાર ઉમેદવારોએ છેલ્લે દસ્તાવેજ ચકાસણી અને તબીબી પરીક્ષામાં ભાગ લેવો પડશે. તમામ તબક્કામાં સફળ થયેલા ઉમેદવારોને અંતિમ યાદીમાં સ્થાન આપવામાં આવશે.

વાંચો નોટિફિકેશન: View PDF

Bank of Maharashtra Recruitment 2024: 195 ઓફિસર પોસ્ટ્સ, હવે અરજી કરો

RRB Recruitment Engineering 2024: મા કેવી રીતે કરવી અરજી

અરજી કરવા માટે, ઉમેદવારોએ RRBની સત્તાવાર વેબસાઇટની  rrbapply.gov.in. મુલાકાત લેવી પડશે. આ પોસ્ટ્સની વિગતો અથવા આ સંબંધમાં કોઈપણ અપડેટ જાણવા માટે, તમે RRB મુંબઈની સત્તાવાર વેબસાઇટ rrbmumbai.gov.in ની મુલાકાત લેવી.

Leave a Comment