નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) માં નોકરી (સરકારી નોકરી) મેળવવાની સુવર્ણ તક છે. જે પણ વ્યક્તિ નોકરી મેળવવા માંગે છે, તેણે નીચે આપેલી બાબતો ધ્યાનથી વાંચવી જોઈએ.
NCERT ભરતી 2024
કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ માં નોકરી મેળવવા માગતા વિદ્યાર્થીઓ માટે જોરદાર ભરતી આવી ગઈ છે. એનસીઈઆરટી એ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એજ્યુકેશન માં રાષ્ટ્રીય સુરક્ષા 2024-25 કાર્યક્રમ માટે સિસ્ટમ એનાલિસ્ટ અને જુનિયર પ્રોજેક્ટ ફેલોની જગ્યા માટે ભરતી જાહેર કરી છે.
આ પોસ્ટ માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તમારે સત્તાવાર વેબસાઈટ દ્વારા અરજી કરી શકો છો. એનસીઆરટી ની આ ભરતી પર અલગ અલગ પોસ્ટ પર જગ્યા બહાર પાડવામાં આવી છે. આ પોસ્ટ પર નોકરી મેળવવા માગતો ઉમેદવારે 25 મી એપ્રિલથી વોક-ઇન-ઇન્ટરવ્યૂ દ્વારા પોતાનું સ્થાન મેળવી શકે છે અને પોતાનો ભવિષ્ય સુધારી શકે છે. વિગતવાર માહિતી આ લેખમાં નીચે આપેલ છે.
NCERT માં નોકરી મેળવવા માટેની લાયકાત:
જે ઉમેદવારો આ ભરતી માટે અરજી કરવા માગે છે તેમની પાસે 1 વર્ષનો અનુભવ સાથે કોઈપણ માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી 55% માર્કસ સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી હોવી આવશ્યક છે. ત્યાર બાદ જ ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવા માટે લાયક ગણાશે.
NCERT ભરતી 2024 માટે : અરજી કરવા માટેની લિંક
NCERT વય મર્યાદા
સિસ્ટમ એનાલિસ્ટ અને જુનિયર પ્રોજેક્ટ ફેલોમાં અરજી કરવા માટેની વય મર્યાદા: આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની વય મર્યાદા 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ. આ સિવાય ઉમેદવારોએ સત્તાવાર સૂચના એકવાર ધ્યાનથી વાંચવી જોઈએ.
NCERT ભરતી ઇન્ટરવ્યૂ તારીખ
જે લોકોએ સિસ્ટમ એનાલિસ્ટ અને જુનિયર પ્રોજેક્ટ ફેલોની જગ્યાઓ માટે અરજી કરી છે તેઓનો વોક-ઇન ઇન્ટરવ્યૂ 28 એપ્રિલ, 2024ના રોજ સવારે 11:00 વાગ્યાથી લેવામાં આવશે. ઇન્ટરવ્યુનું સ્થળ બોર્ડ રૂમ, પ્રથમ માળ, ડીઇએસએમ, એનસીઇઆરટી, ઓરોબિંદો માર્ગ, નવી દિલ્હી-110016 ખાતે યોજાશે. ઉમેદવારોએ સમયસર પહોંચવાનું રહેશે. ઉમેદવારોની નોંધણી સવારે 9:00 થી 11:00 સુધી જ કરવામાં આવશે.