Modasa Municipality 2024 : ભરતી જાહેર થઈ

Modasa નગરપાલિકા દ્વારા ફાયર વિભાગમાં ભરતી કરવામાં આવી રહી છે જેમાં કોઈ અરજી ફી રાખવામાં આવી નથી. આ ભરતીમાં મહિલા તથા પુરુષ ઉમેદવારો અરજી કરી શકે છે.

આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ નોકરીનું સ્થળ મોડાસા રહેશે અને આ એક કાયમી ભરતી છે. આ ભરતીની જાહેરાત 11 જુલાઈ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી તથા છેલ્લી તારીખ 12 ઓગસ્ટ 2024 નક્કી કરવામાં આવી છે. આ ભરતીમાં અરજી ઓફલાઈન મોડ ઇન્ડિયા પોસ્ટ દ્વારા મોકલવાની રહેશે.

મોડાસા નગરપાલિકા દ્વારા ડીસ્ટ્રીકટ ફાયર ઓફિસર/ડિવિઝનલ ફાયર ઓફિસર, સ્ટેશન ફાયર ઓફિસર, ડ્રાઈવર કમ પમ્પ ઓપરેટર, ફાયરમેન કમ ડ્રાઈવરના પદો પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આ ભરતીમાં લાયકાત સંબંધિત તમામ માહિતી તથા અરજી ફોર્મ તમે https://enagar.gujarat.gov.in/ પર થી મેળવી શકો છો તથા જાહેરાત નીચે મુજબ જોઈ શકો છો.

જાહેરાત માટેઅહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment