Gujarat Technological University 2024 :જુનિયર ક્લાર્ક ની અંદર ભરતી બહાર પાડવામાં આવેલી છે અને આ ભરતી જીટીયુ એટલે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવેલી છે. યુનિવર્સિટી ની અંદર અલગ અલગ પોસ્ટ ઓફિસ ઉપર ભરતી પાડવામાં આવેલી છે તેમની જુનિયર ક્લાર્ક ની ભરતી વિશેની આજે આપણે આ પોસ્ટની અંદર ચર્ચા કરીશું અને જાણીશું કે અરજી કરવા માટે શું લાયકાત છે અને અરજી કઈ રીતે કરવી.
Gujarat Technological University
આ ભરતી માટેનું ઓફિશિયલ નોટિફિકેશન એ જીટીયુ દ્વારા બહાર પાડવામાં આવેલ છે અને તેની અંદર અલગ અલગ પોસ્ટો ની અંદર ખાલી જગ્યાઓ માટે ભરતી મંગાવવામાં આવેલી છે તેમાંની જુનિયર ક્લાર્ક ની ભરતી ત્યાં અંગેની આપણે વિગતવાર માહિતી મેળવીશું.
Gujarat Technological University અગત્યની તારીખો
જુનિયર ક્લાર્ક ની આ ભરતી ની અંદર તમારે ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે ઓનલાઇન ફોર્મ ભરવા ના ચાલુ થઈ ગયા છે. 8 જુલાઈ 2024 ના રોજ થી ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ કરી દેવામાં આવેલા છે.
આ ભરતી માટેના ફોર્મ 29 જુલાઈ 2024 ના સુધી માં કરી શકાશે. ભરતી ની અંદર ફોર્મ ભર્યા બાદ તમારે જરૂરી ડોક્યુમેન્ટો સ્પીડ પોસ્ટ દ્વારા પાંચ ઓગસ્ટ 2024 સુધી જીટીયુ માં પહોંચાડવાના રહેશે.
Gujarat Technological University શૈક્ષણિક લાયકાત
ઉમેદવારોએ ભરતી ની અંદર અરજી કરવા માટે કોઈપણ યુનિવર્સિટી ની અંદર ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલો હોવો જોઈએ એટલે કે સ્નાતક ડિગ્રી કરેલી હોવી જોઈએ. તેના સિવાય ઉમેદવાર ની જોડે કોમ્પ્યુટરનો બેઝિક નોલેજ હોવો જોઈએ અને કમ્પ્યુટરનું સર્ટી હોવું જરૂરી છે.
ઉમેદવાર પાસે હિન્દી ઇંગલિશ અને ગુજરાતી ત્રણે ભાષાનો નોલેજ હોવું જરૂરી છે અને જાણતા હોવા જોઈએ.
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
Gujarat Technological University પગાર ધોરણ અને વય મર્યાદા
ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે કે જે 26,000 રૂપિયા મહિને રહેશે. ત્યારબાદ ઉમેદવારને પાંચ વર્ષે પૂર્ણ થયા બાદ પે મેટ્રિક્સ લેવલ-2 ના આધારે 19,900 થી 63,200 પ્રમાણે પગાર આપવામાં આવશે. તો જે કોઈ પણ ઉમેદવારો આ ભરતી ની અંદર નોકરી મળે છે તેમને આ રીતે પગાર ધોરણ રહે છે.
ઉમેદવારોને જે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તે છેલ્લી તારીખ ને ધ્યાનમાં રાખી અને ઉમેદવાર ની ઉંમર 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. અનામત વર્ગના ઉમેદવારો માટે અમુક વર્ષની છૂટછાટ આપવામાં આવશે.
Gujarat Technological University ભરતી માટે અરજી
gtunt.samarth.edu.in ને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ની ઓફિસિયલ વેબસાઈટ પર જઈ અને તમારે છેલ્લી તારીખની પહેલા તમારે ફોર્મ ભરી લેવાનું રહેશે. ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ તમારે તેની પ્રિન્ટ કઢાવી લેવાની રહેશે અને તે પ્રિન્ટ તમારે સ્પીડ પોસ્ટ દ્વારા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ની અંદર મોકલવાની રહેશે તમામ ડોક્યુમેન્ટોની સાથે.
જે કોઈ ઉમેદવાર મિત્રો લાયકાત ધરાવતા હોય અને આ ભરતીની અંદર ફોર્મ ભરવા માંગતા હોય તે અરજી ફોર્મ ભરી શકે છે.