Gujarat Public Service Commission Recruitment 2024 : ગ્રેજ્યુએટ ઉમેદવારોને જેલર બનવાની સુવર્ણ તક

Table of Contents

Gujarat Public Service Commission Recruitment 2024

ગૃહ વિભાગ ભરતી : ગ્રેજ્યુએટ અને સરકારી નોકરી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જેલરની ભરતી માટેની સંપૂણ વિગત અહીં આપી છે.

Gujarat Public Service Commission Recruitment

સરકારી નોકરી માટે પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. ગુજરાત ગૃહ વિભાગ માટે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. ગુજરાત જાહેર સેવા આયોગના તાજેતરમાં બહાર પડેલા નોટિફિકેશન પ્રમાણે રાજ્યના ગૃહ વિભાગ અંતર્ગત જેલર ક્લાસ 2 અધિકારીની જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.

ગૃહ વિભાગ અંતર્ગત જેલરની પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી કરવાની છેલ્લી તારીખ, પસંદગી પ્રક્રિયા, પરીક્ષા પદ્ધતિ, અરજી ફી, અરજી પ્રક્રિયા સહિતની તમામ મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી ચોક્કસ વાંચવા. લાયક અને રસ ધરાવતા ઉમેદવારોએ 22 જુલાઈ 2024 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
વિભાગગૃહ વિભાગ
પોસ્ટજેલર
જગ્યા07
વય મર્યાદાજેલર
અરજી કરવાની છેલ્લી તારીખ22 જુલાઈ 2024
સત્તાવાર લિંક https://gpsc.gujarat.gov.in/
ક્યાં અરજી કરવીhttps://gpsc.gujarat.gov.in/dashboard?stage=Advertisement
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી , જેલર પોસ્ટની વિગતો
કેટેગરીજગ્યા
બિનઅનામત5
આ.ન.વર્ગ0
સા.શૈ.પ.વર્ગ1
અનુ.જાતિ0
અનુ.જનજાતિ1
કુલ7
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી , જેલર પોસ્ટ માટે લાયકાત

શૈક્ષણિક લાયકાત – ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ દ્વારા અથવા તે હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ કોઈપણ યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરેલ સ્નાતકની ડિગ્રી; અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટ, 1956 ની કલમ 3 હેઠળ યુનિવર્સિટી તરીકે માન્યતા પ્રાપ્ત અથવા યુનિવર્સિટી તરીકે જાહેર કરાયેલ અથવા સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત ધરાવતી કોઈપણ અન્ય શૈક્ષણિક સંસ્થા ડીગ્રી.

શૈક્ષણિક લાયકાત – ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ દ્વારા અથવા તે હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ કોઈપણ યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરેલ સ્નાતકની ડિગ્રી; અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટ, 1956 ની કલમ 3 હેઠળ યુનિવર્સિટી તરીકે માન્યતા પ્રાપ્ત અથવા યુનિવર્સિટી તરીકે જાહેર કરાયેલ અથવા સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત ધરાવતી કોઈપણ અન્ય શૈક્ષણિક સંસ્થા ડીગ્રી.

વય મર્યાદા – ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ. ઉંમર તથા અનુભવ મૂળજાહેરાતની ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.આ ઉપરાંત અનામ વર્ગના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ મળશે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે પગાર ધોરણ

રાજ્ય સરકારના ધારા ધોરણ પ્રમાણે જેલર પોસ્ટ માટે પસંદ પામેલા ઉમેદવારોને પે સ્કેલ લેવલ -8 પ્રમાણે ₹44,900 – ₹ 1,42,00 પગાર મળવા પાત્ર રહેશે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી પોસ્ટ માટે શારીરિક લાયકાત

કેટેગરી ઊંચાઈ છાતીનું માપ ફૂલાયેલી છાતીનું માપ ઓછામાં ઓછું વજનએસટી ઉમેદવાર 160 79 84 50 કિલોગ્રામઅનુસૂચિત જનજાતિ સિવાયના ઉમેદવારો 165 79 84 50 કિલોગ્રામ

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી- જેલર પોસ્ટનું નોટિફિકેશન

ગૃહ વિભાગ અંતર્ગત જેલરની પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી કરવાની છેલ્લી તારીખ, પસંદગી પ્રક્રિયા, પરીક્ષા પદ્ધતિ, અરજી ફી, અરજી પ્રક્રિયા સહિતની તમામ મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું સત્તાવાર નોટિફિકેશન ચોક્કસ વાંચવું.


Leave a Comment