નમસ્કાર મિત્રો, ભારતીય ડાક વિભાગ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ ગ્રામીણ ડાક સેવકના 40,000 પદો માટે ભરતી નું આયોજન કરેલું છે. દસમો પાસ કરેલ બેરોજગાર યુવાન વ્યક્તિ આ ભરતીમાં અરજી કરી શકે છે.
India Post GDS Recruitment
મિત્રો જણાવી દઈએ કે ભારતીય ડાક વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવકમાં 40,000 પદો માટે ભરતીનું આયોજન કરેલું છે જેના માટે ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશનમે – જૂન 2024 માં જાહેર કરવામાં આવેલ છે. નોટિફિકેશન જાહેર થયા પછી ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની શરૂઆત કરી દેવામાં આવેલી છે.
શૈક્ષણિક લાયકાત
ભારતીય ડાક દ્વારા ગ્રામીણ ડાક સેવકની ભરતી માટેની શૈક્ષણિક લાયકાત SSC એસ.એસ.સી. એટલે કે ધોરણ 10 રાખવામાં આવી છે. જો તમે ધોરણ 10 પાસ કરેલું છે અને આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માંગો છો તો આપ લાયકાત અને પાત્રતા ધરાવતા હો તો આ પોસ્ટ માટે ઉમેદવારી કરી શકો છો.
વયમર્યાદા
ભારતીય પોસ્ટ ઓફિસની પોસ્ટ વિભાગની ગ્રામીણ ડાક સેવકની અરજી કરવા માટે ઉમેદવારોની વય મર્યાદાઓની વાત કરવામાં આવે તો ઉમેદવારની વય ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ રાખવામાં આવી છે. તેમજ વધુમાં વધુ ઉંમર 40 વર્ષ સુધીની રાખવામાં આવી છે. આ ઉપરાંત અનામત સંવર્ગના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી શકે છે.
પસંદગી પ્રક્રિયા
ભારતીય પોસ્ટ દ્વારા ગ્રામીણ ડાક સેવકની ભરતી માટે ઉમેદવારોએ કોઈ પરીક્ષા આપવી પડશે નહીં પરંતુ તેમણે પ્રાપ્ત કરેલા ધોરણ 10 એટલે કે એસએસસીના ગુણના આધારે મેરીટ યાદી તૈયાર કરી તેમની ભરતી કરવામાં આવશે. આમ ગ્રામીણ ડાક સેવકની ભરતી મેરીટ આધારે કરવામાં આવનાર છે. વધુ માહિતી માટે ઉમેદવારો સત્તાવાર નોટિફિકેશનનો અભ્યાસ કરી પછી જ તેઓ પાત્રતા ધરાવતા હોય તો ઓનલાઇન અરજી કરી શકે છે.
મહત્વપૂર્ણ લીંક
- સત્તાવાર વેબસાઇટ લીંક : અહીં ક્લિક કરો
અરજી ફી
ભારતીય પોસ્ટની ગ્રામીણ ડાક સેવક ભરતી માટે ઉમેદવારોને અરજી કરવા માટે ની અરજી ફી રૂપિયા 100 રાખવામાં આવી છે. તેમજ અનામત સંવર્ગના ઉમેદવારો માટે અરજી ફી રાખવામાં આવેલી નથી.
અરજી કરવાની રીત
- ઉમેદવારોએ સૌપ્રથમ ભારતીય પોસ્ટ વિભાગની સત્તાવાર વેબસાઈટ પર જઈ રિક્રુટમેન્ટ અથવા કેરિયર ઓપશન શોધવાનું રહેશે.
- અહીં ગ્રામીણ ડાક સેવકનું નોટિફિકેશન શોધવાનું રહેશે તેમજ સૌપ્રથમ તેને ડાઉનલોડ કરી નોટિફિકેશનની સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી લીધા પછી ઉમેદવારો તેમની અરજી ઓનલાઇન કરી શકે છે.
- હવે ઉમેદવારોએ અપ્લાય બટન પર ક્લિક કરી અરજી ફોર્મ ખોલવાનું રહેશે.
- આ અરજી ફોર્મ માં માગવામાં આવેલી દરેક વિગત કાળજીપૂર્વક ભરવાની રહેશે.
- આ ઉપરાંત અપલોડ કરવાના પ્રમાણપત્રો અને ફોટોગ્રાફ તેમજ સહીના નમુનાઓ વગેરે અપલોડ કરવાના રહેશે.
- સંપૂર્ણ ફોર્મ ભરી ભર્યા પછી પુન: ચકાસણી કરી યોગ્ય લાગે તો કન્ફર્મ કરવાનું રહેશે.
- અરજી કન્ફર્મ કર્યા બાદ ઉમેદવારોએ જો લાગુ પડતું હોય તો અરજી ફી ભરી દેવાની રહેશે.
- ઉમેદવારોએ તેમની અરજીની પ્રિન્ટ તેમજ ભરેલ ફી નું ચલણની પ્રિન્ટ કાઢી લઈ લેવી જોઈએ.અને પોતાની પાસે રાખવી જોઈએ.