10th Pass Railway Recruitment 2024: રેલવેમાં ધોરણ-10 પાસ માટે ગ્રુપ D ના પદો માટે ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.
10th Pass Railway Recruitment 2024 । Railway Recruitment Cell Group D Recruitment
રેલ્વે રિક્રુટમેન્ટ સેલ એટલે કે RRC એ ભરતી 2024 માટે ઓનલાઈન મોડ દ્વારા ખાલી જગ્યાઓની જાહેરાત કરી દીધી છે. સરકારી નોકરીની ખાલી જગ્યાઓ માટે લાયકાત ધરાવતા તથા રસ ધરાવતા ઉમેદવારોએ અંતિમ તારીખ પહેલાં RRC ગ્રુપ ડી જોબ ભરતી માટે અરજી કરી શકે છે.
અગત્યની તારીખો:
રેલવે વિભાગની સત્તાવાર જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર, અરજીની શરૂઆતની તારીખ એપ્રિલ 15, 2024 છે તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ મે 16, 2024 છે.
પોસ્ટનું નામ તથા ખાલી જગ્યા:
રેલ્વે રિક્રુટમેન્ટ સેલ દ્વારા ગ્રુપ ડી ની વિવિધ પોસ્ટ પર ભરતીનું આયોજન કર્યું છે જેમાં કુલ ખાલી જગ્યા 38 છે. પોસ્ટ અનુસાર ખાલી જગ્યા તમે જાહેરાતમાં જોઈ શકો છો.
અરજી કરવાની છેલ્લી તારીખ અને પ્રક્રિયા:
લાયક ઉમેદવારોએ તેમનું ફોર્મ છેલ્લી તારીખ પહેલાં ઓનલાઇન જમા કરવું ખુબજ આવશ્યક છે, આ ભરતીમાં અરજીની છેલ્લી તારીખ 16 મે, 2024 નક્કી કરવામાં આવેલ છે. ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન રેલ્વે રિક્રુટમેન્ટ સેલની સત્તાવર વેબસાઈટ ઉપર અરજી કરી શકશે.
લાયકાત અને વય મર્યાદા:
રેલવે ડીપાર્ટમેન્ટની ઓફિશિયલ નોટિફિકેશનમાં જણાવેલ જાણકારી મુજબ, આ રેલ્વે ભરતી સેલ ભરતી માટે અરજદારોએ માન્ય સંસ્થા/બોર્ડમાંથી લઘુત્તમ 10મા ધોરણની શૈક્ષણિક લાયકાત હોવી આવશ્યક છે. વય જરૂરિયાત 18 થી 25 વર્ષની વચ્ચે છે. વિગતવાર પાત્રતા માપદંડ, વય મર્યાદા અને છૂટછાટ સત્તાવાર જાહેરાતમાં ઉપલબ્ધ છે.
પસંદગી પ્રક્રિયા અને પગાર ધોરણ:
RRC સરકારી ભરતી 2024 માટેની પસંદગીમાં લેખિત કસોટીઓ, કૌશલ્ય પરીક્ષણો, દસ્તાવેજોની ચકાસણી અથવા ઇન્ટરવ્યુ જેવા તબક્કાઓનો સમાવેશ થાય છે. ઉમેદવારોનું આ તબક્કામાં તેમના પ્રદર્શનના આધારે મૂલ્યાંકન કરવામાં આવશે. પસંદ કરેલા ઉમેદવારોને અન્ય સરકારી લાભો સાથે રૂપિયા 18,000 થી લઇ 45,000 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે.
અરજી કઈ રીતે કરવી:
ઉમેદવારો નીચે આપેલ સ્ટેપને ફોલો કરીને સરળતાથી અરજી કરી શકે છે.
- ઇચ્છુક ઉમેદવાર અરજી કરવા માટે સૌથી પહેલા વિભાગની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લો જે www.rrcnr.org છે.
- હવે તમારી સામે વેબસાઈટ ખુલી જશે તેમાં મેનુ માંથી ભરતી અથવા કારકિર્દી નો વિકલ્પ પસંદ કરો.
- આટલી પ્રક્રિયા પૂર્ણ કાર્ય બાદ, રેલ્વે ભરતી સેલ ભરતી જાહેરાત એટલે કે નોટિફિકેશ ડાઉનલોડ કરો.
- આ નોટિફિકેશનમાં આપેલ સૂચનાઓને ધ્યાનથી વાંચો અને તે મુજબ અરજી ફોર્મ ભરો.
- અરજી ફોર્મ માં તમે જરૂરી વિગતો જેવી કે નામ, સરનામું, જાતિ, અભ્યાસ વગેરે બાદ જરૂરી દસ્તાવેજો, સહીઓ અને ફોટોગ્રાફ્સ અપલોડ કરો.
- હવે તમે જે કેટેગરીમાં આવો છો તે સૂચનાઓ અનુસાર અરજી ફીની ઓનલાઈન ચુકવણી કરો.
- હવે ફોર્મ સબમિટ કરવાની પ્રક્રિયા આવી ગઈ છે તે પહેલા, અરજી ફોર્મ માં કોઈપણ ભૂલો નથી તે સમીક્ષા કરો અને ભૂલ હોય તો તેને સુધારો.
- હવે અરજી ફોર્મ ફાઇનલ સબમિટ કરો એટલે તમારું ફોર્મ ભરાઈ ગયું છે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત માટે | અહીં ક્લિક કરો |